ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વડોદરામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ આખી ઘટના સાંભળીને તમારા પણ રૂવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે પાદરા તાલુકાના ધોબી કુવા ગામની સીમામાં રહેતા અને ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારમાં માં અને દીકરીનું એકસાથે કરુણ મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે માં-દીકરીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં પાંચ મિનિટના અંતરમાં જ બંનેનું મોત થઈ ગયું હતું. જ્યારે બંનેના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા ત્યારે પરિવારના સભ્યો અને ગામના તમામ લોકોની આંખોમાં આંસુ હતા.
વિગતવાર વાત કરીએ તો, છત્રસિંહ ભારતસિંહ પઢિયાર નામના વ્યક્તિ ધોબી કુવા ગામની સીમામાં પોતાના પરિવાર સાથે રહે છે. આ ઘટનામાં છત્રસિંહ પઢિયારની પત્ની ઉષાબહેન છત્રસિંહ પઢિયાર અને 19 વર્ષની દીકરી નયનાબેન પઢીયારનું મોત થયું છે. છત્રસિંહ પઢિયાર એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે પરિવારના સભ્યો ખેત મજૂરી અને પશુપાલનનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા.
સોમવારના રોજ સવારે છત્રસિંહ પઢિયાર નોકરી પર ગયા હતા. ત્યારે તેમની નાની દીકરી બાજુવાળાના ઘરે ગઈ હતી. આ દરમિયાન તેમની પત્ની ઉષાબહેન અને તેમની દીકરી નયના ઘરમાં બહાર બેસીને કપડાં ધોતા હતા. થોડીક વાર પછી નયના ધોવાયેલા કપડાં તાર ઉપર સુખી રહી હતી. પરંતુ આ તારમાં વીજ કરંટ ઊતર્યો હતો. નયના જ્યારે ધોયેલા કપડા તાર પર સુકાવવા જાય છે, ત્યારે તેને જોરદાર કરંટ લાગે છે.
આ દરમિયાન તે તાર તૂટ્યો હતો અને કપડા ધોઈ રહેલા ઉષાબેન ઉપર પડ્યો હતો. આ કારણોસર તેમના પેટના ભાગે જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ માં દીકરીને સારવાર માટે તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં 2.20 વાગ્યાની આસપાસ ઉષા બહેનનું મોત થયું હતું અને 2.25 વાગ્યાની આસપાસ નયનાનું મોત થયું હતું.
બંનેના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જ્યારે માં-દીકરીની એક સાથે અંતિમયાત્રા નીકળી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment