આજકાલ સોશિયલ મીડિયા પર આપણે ઘણા એવા વિડીયો જોયા હશે જેને જોઈને આપણને રડવું આવી જાય છે. હાલમાં ખજૂરભાઈ નો આવો જ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ખજૂર ભાઈ બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવ્યા છે. ખજૂરભાઈએ લોકોને ખૂબ જ મદદ કરી છે, ખજૂર ભાઈએ 200 થી પણ વધુ લોકોને ઘર બનાવી આપ્યા છે.
તેમણે ઘણા બાળકોને આર્થિક સહાય આપી છે, ઘણા બાળકોને શિક્ષણ માટે પણ મદદરૂપ બન્યા છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા ગઢડાના ઝાંપે વિસ્તારમાં આશાબેન શેખ જેવો છેલ્લા સાત વર્ષથી પથારીવશ છે. તેવો પડી જવાના કારણે તેમના મણકા તૂટી ગયા હતા અને પેરાલીસીસ થયેલું છે.
તેમની મદદે નિતીન જાની એટલે કે ખજૂર ભાઈ પોતે આવ્યા છે. આશાબેન જાતે પોતાના ખાટલા ઉપર પણ ઉભા થઈ શકતા નથી. તેઓ સાત વર્ષથી બીમારીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેમના માતા પિતા અને ભાઈનું પણ નિધન થતાં હાલમાં તેઓ એકલા જ રહે છે.
આશાબેન ને પોતાના સગા સંબંધીઓ તેમજ વિવિધ સંસ્થાઓ અને અનેક આગેવાનો પાસે મદદ માગી હતી. પરંતુ કોઈ પણ વ્યક્તિ તેમની મદદ કરવા માટે આવ્યા ન હતા. આખરે આશાબેન ને ખજૂર ભાઈ ને એક ફોન કરતા ખજૂર ભાઈએ વચન આપ્યું હતું કે તે અવશ્ય મદદ કરશે.
ખજૂર ભાઈ એ પોતાનું વચન પૂરું કરવા માટે આશાબેન ને એક સુંદર મકાન બનાવી આપ્યું છે. જે પાકા મકાન બનાવી આપીને વિવિધ રીતે ગૃહ પ્રવેશ પણ કરાવ્યો છે. તેમજ ઘરમાં હનુમાનજી દાદા નું મંદિર હતું તે પણ નવું બનાવી આપ્યું હતું, ખજૂર ભાઈએ ઘરની અંદર ટીવી તેમજ રસોડાનો સામાન સહિતની આશાબેન ની જરૂરિયાતની તમામ વસ્તુ પણ લાવી આપી છે.
આશાબેન ને નવું મકાન મળતા ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે તેમજ તેમણે ખજૂર ભાઈનો ખૂબ જ આભાર માન્યો છે. ખજૂરભાઈ એ આવા ઘણા લોકોની મદદ કરી છે, તેથી જ તેમને ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment