જામનગરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ આખી ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ ઘટનામાં પરિવારના જુવાનજોધ દીકરાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાના મોતના થોડા કલાક બાદ આઘાતમાં સરી પડેલી માતાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
એક જ દિવસે મા દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, જામનગરના મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં આવેલી નાગજીભાઈ વૈદ્યની 100 વર્ષ જૂની પેઢી કે હાલ તેનો પૌત્ર રાજ વલેરા દુકાનનું સંચાલન કરે છે અને તે આયુર્વેદિક દવા ની પેઢી ચલાવે છે.
ત્યારે ગત શનિવારના રોજ સવારના સમયે અચાનક જ યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણસર દુકાનમાં જ તેનું મોત થઈ ગયું હતું. જ્યારે યુવકનું મૃતદે તેના ઘરે પહોંચ્યું ત્યારે તેની બહેને અને માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ત્યારબાદ દીકરાની અંતિમવિધિ કરવામાં આવી હતી.
ત્યારે પાછળથી દીકરાની દીકરાની માતાને પણ હાર્ટ એટેક આવ્યો હતો. એટલે પરિવારના સભ્યો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાની તપાસ કયા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
પહેલા દીકરા અને પછી માતાનું મોત થતા જ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં અને વેપારી વર્ગમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા જ હસતા ખેલતા વેલરા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment