ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક એવી જ ઘટના નવસારી જિલ્લામાંથી સામે આવી રહી છે. નવસારીમાં હાર્ટ એટેક આવવાના કારણે વધુ એક નાની ઉંમરના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર, પોલીસ હેડક્વાર્ટસમાં નોકરી કરતા DYSPના ગાડનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા પોલીસ જવાનનું નામ નરેશભાઈ ઠાકરિયા છે અને તેમની ઉંમર 35 વર્ષની છે.
ગઈકાલે ઊંઘમાં અચાનક જ નરેશભાઈને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો નવસારી જિલ્લાના નાયબ પોલીસ વડા સંજય રાયના કમાન્ડો તરીકે પોલીસ હેડ ક્વાર્ટરમાં નરેશભાઈ છેલ્લા છ મહિનાથી ફરજ બજાવતા હતા.
તેવામાં અચાનક જ નરેશભાઈનું હાર્ટ એટેક આવતા મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. નરેશભાઈનું મોત થતા ચાર વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. નરેશભાઈના પત્ની પણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર આજે કરીએ તો ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આ પહેલા પણ તમે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘણી ઘટનાઓ સાંભળી હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment