ઊંઘમાં સૂતેલી મહિલાને ટ્રક ચાલકે કચડી નાખી, મહિલાનું કમકમાટીભર્યું મોત… 3 દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રકની નીચે કચડાઈ જવાના કારણે એક મહિલાને દર્દનાક મોત મળ્યું છે. જાણવા મળી રહ્યું છે કે કારખાનામાં સુઈ રહેલી મહિલાને માલ સામાન ઉતારવા આવેલા ટ્રકે કચડી નાખી હતી.

આ કારણોસર મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મહિલાનું મોત થતા જ ત્રણ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે.

આ અકસ્માતની ઘટના હરિયાણાના પાણીપતમાંથી સામે આવી રહે છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી મહિલાનું નામ સવિતા હતું અને તેની ઉંમર 39 વર્ષની હતી. સવિતા ઓમ બાલાજી ટેક્સટાઇલ ફેક્ટરીમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતી હતી.

રાત્રે 11:30 વાગ્યાની આસપાસ સવિતાના પરિવારજનોને એક ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, સવિતા ટ્રકની નીચે કચડાઈ ગઈ છે, આ કારણોસર તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ સવિતાના પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મહિલા ફેક્ટરીમાં કામ પૂરું કરીને સુતી હતી.

આ દરમિયાન ફેક્ટરીમાં સામાન ઉતારવા આવેલા ટ્રક ચાલકે મહિલાઓ પર ટ્રક ચડાવી દીધો હતો. આ કારણોસર મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેનું ઘટના સ્થળે રીબાઈ રિબાઈને મોત થયું હતું. આ ઘટના બનતા જ 14 વર્ષની દીકરી, 8 વર્ષની દીકરી અને 6 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*