વડોદરામાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં શહેરમાં SRP ગ્રુપ એકમાં ફરજ બજાવતા જવાની સુસાઇડ કરી લીધું છે. જવાને પોતાની ફરજ દરમ્યાન સર્વિસ રાયફલ વડે પોતાના ઉપર ફાયરિંગ કરીને સુસાઇડ કર્યું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ છે.
ઘટનાની જાણ થતા જવાના પરિવારમાં માતમ છવાઈ હતો. જાણવા મળી રહ્યું છે કે SRP જવાન છેલ્લા કેટલાય સમયથી ફરજ બજાવતા હતા. આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા જવાના પરિવારજનોનું કેવું છે કે, તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી બીમાર હોવાના કારણે તેમને આ પગલું ભર્યું છે.
સમગ્ર ઘટના ને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ નર્મદા જિલ્લાના ટીલાકવાળા તાલુકાના ફતેપુર ગામના અને છેલ્લા 28 વર્ષથી SRPમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ બારીયાએ પોતાની સર્વિસ રાયફલથી સોસાયટી કરી લીધું છે. આ ઘટના બનતા આજે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે, પ્રવીણભાઈ છેલ્લા ઘણા સમયથી બીમારીના કારણે પરેશાન હતા જેથી તેમને આ પગલું ભર્યું હશે. જાણવા મળી રહ્યું છે કે પ્રવીણભાઈ છેલ્લા 13-14 વર્ષથી બીમારીથી પીડિત હતા. હાલમાં પ્રવીણભાઈના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે.
પ્રવીણભાઈ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ ચોક્કસ માહિતી સામે આવી નથી. પ્રવીણભાઈ લાલબાગ ખાતે આવેલ એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા હતા.પ્રવીણભાઈનું મોત થતા જ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઉપરાંત ઘરના મોભીનું મોત થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment