દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકનું તેના પુત્રના જન્મદિવસના દિવસે કરુણ મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે, દીકરાના જન્મદિવસના દિવસે યુવકે ભૂલ માંથી ઝેરી દવા પી લીધી હતી.
જેથી યુવકનું કરુણ મોત થયું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ અનિકેત હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. આ ઘટના બનતા યુવકના પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો. આ દુખદ ઘટના હરિયાણાના અંબાલા જિલ્લામાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ અનિકેતનના દીકરા ત્રણ વર્ષના દીકરા આર્યમનનો જન્મદિવસ હતો.
દીકરાનો જન્મદિવસ હોવાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ હતો. સગા સંબંધીઓ અનિકેતના ઘરે આવ્યા હતા. ત્યારે સવારે 9.45 અનિકેતે ભૂલમાંથી કોઈ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ અનિકેત અને ઉલટીઓ થવા લાગી હતી અને તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. પછી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ અનિકેતનું મોત થયું હતું. દીકરાના જન્મદિવસના દિવસે જ પિતાનું મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ત્રણ વર્ષના દીકરાનો જન્મદિવસ હતો, પરંતુ ઘરમાં જન્મદિવસની ઉજવણી કરવાને બદલે અંતિમ યાત્રા નીકળી હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો અનિકેત મોબાઇલ રીપેરીંગનું કામ કરતો હતો. તે પોતાના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment