દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગુરૂવારના રોજ રાત્રિના સમયે બનેલી રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાત્રિના સમયે રેલવેના પાટા ક્રોસ કરતી વખતે એક યુવક ટ્રેનની અડફેટેમાં આવી ગયો હતો.
આ કારણોસર યુવકને દર્દનાક મોત મળ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ જીઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઈને તેની ઓળખ કરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને પછી ઘટનાની જાણ યુવકના પરિવારજનોને કરવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને યુવકના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. આ દુઃખદ ઘટના હરિયાણાના પલવલમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકની ઉંમર માત્ર 21 વર્ષની હતી અને તેનું નામ સુંદર હતું. સુંદર કોઈ અંગત કામથી ચાલીને જતો હતો.
આ દરમિયાન રસ્તામાં આવેલા રેલવેના પાટા તે ક્રોસ કરીને બીજી બાજુ જતો હતો. ત્યારે તે રેલવેના પાટા ઉપર આવી રહેલી ટ્રેનને જોતો નથી અને જોયા વગર રેલવેના પાટા ક્રોસ કરે છે. જેના કારણે તે ટ્રેનની અડફેટેમાં આવી ગયો હતો. આ કારણસર તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. સુંદરનું મોત થતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે 21 વર્ષનો સુંદર એક કંપનીમાં કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ જીઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. ત્યારબાદ શુક્રવારના રોજ યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ તેના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment