ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. રાજકોટમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહે છે. રાજકોટના પડધરીના દેડકદડ ગામની સીમામાં રહેતી 26 વર્ષની મહિલાએ ત્રણ દિવસ પહેલા અગમ્યા કારણોસર વાડીએ જઈને ઝેરી દવા પીને જીવ ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ મહિલાને સૌપ્રથમ પડઘરી સારવાર માટે લઈ ગયા હતા. પછી ત્યાંથી વધુ સારવાર માટે મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.
પોલીસે જરૂરી કાગળિયા કરીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. ત્યારબાદ પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી દીધી હતી. વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલી મહિલાનું નામ રસીલાબેન મુકેશભાઈ વસુમિયા હતું. રસીલાબેન મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને તેમના લગ્ન બે વર્ષ પહેલા થયા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે.
રસીલા બેને કયા કારણોસર ઝેરી દવા પીને સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ પાછળનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment