મુંબઈ એરપોર્ટ પર વરસાદના કારણે ચાટર્ડ પ્લેન ક્રેશ, પ્લેનના 2 ટુકડા થઈ ગયા… જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માત ના વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણી વખત તો વરસાદને કારણે પણ અકસ્માત સર્જાય છે, હાલમાં આવી જ એક ઘટના મુંબઈમાં બની છે. ગુરુવાર 14 સપ્ટેમ્બર ના રોજ મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક ચાટર્ડ પ્લેન રનવે પરથી સરકી ગયું અને ક્રેશ થયું હતું.

દુર્ઘટના ની સાથે જ પ્લેન બે ભાગમાં તૂટી ગયું અને આગ લાગી ગઈ, વિમાનમાં છ મુસાફર અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. આ તમામ લોકો ઘાયલ થયા છે. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા વિમાને વિશાખાપટનમથી ઉડાન ભરી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર પ્લેન મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત કંપની દિલીપ બિલ્ડકોન ના નામે રજીસ્ટર્ડ છે. જે એમ બક્ષી કંપનીના માલિક કોટક અને તેમના પરિવારના સભ્યો વિમાનમાં સવાર હતા. જે એમ બક્ષી કંપની લોજિસ્ટિક્સ ક્ષેત્રે કામ કરે છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એ જણાવ્યું હતું કે વીસીઆર વેન્ચર્સ લિયરજેટ 45 એરક્રાફ્ટ મુંબઈમાં રનવે 27 પરથી સરકી ગયું હતું.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે વિઝિબિલિટી ઘટીને 700 મીટર થઈ ગઈ છે જેના કારણે આ ઘટના બની હતી. પરંતુ આ ઘટનામાં ચમત્કારિક રીતે લોકોનો બચાવ થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*