છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં સુસાઈડની ઘટનાઓ વધી રહે છે. ત્યારે રાજ્યના ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે બનેલી એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. અહીં ગામ પાસે આવેલા એક ખેતરમાં એક યુવકે ઝાડ પર ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ડીસા તાલુકાના કંસારી ગામ પાસે પ્રજાપતિ નગરનો મૂળ વતન અને હાલમાં અમદાવાદ ખાતે મજૂરી કામ કરતા મુકેશ પ્રજાપતિ નામના યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે.
જાણવા મળી રહ્યું છે કે મુકેશ પ્રજાપતિએ ગઈકાલે રાત્રે ભોયણ ગામની સીમામાં આવેલા ખેતરમાં ઝાડ પર ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટનાની માહિતી મળતા આજુબાજુના લોકો અને ખેતરના માલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા મુકેશના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા મુકેશના મોટાભાઈ દિનેશ પ્રજાપતિ અને ગણપત પ્રજાપતિએ શંકા વ્યક્ત કરી છે. તેમને જણાવ્યું હતું કે, તેમનો ભાઈ મુકેશ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં રહે છે.
અગાઉ તે ભોયણ ગામની એક યુવતી સાથે ભાગી ગયો હોવાની તેની દુશ્મની હતી. જેના કારણે પરિવારના સભ્યોને શંકા જઈ રહી છે. મુકેશે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment