ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નાની ઉંમરના યુવાનો અને યુવતીઓમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં સુરત શહેરમાં બનેલી વધુ એક એવી જ ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં જન્મદિવસના બીજા દિવસે હાર્ટ એટેક આવવાના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. યુવકનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ કિરણ સોલંકી હતું અને તેની ઉંમર 33 વર્ષની હતી. કિરણ સોલંકીનું જન્મ દિવસના બીજા દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.
જાણવા મળી રહ્યું છે કે કિરણ સોલંકી આઈકર વિભાગમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આજરોજ જ્યારે તે પોતાની નોકરી પર હતો. ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો પડ્યો હતો. પછી કિરણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં સિવિલ હોસ્પિટલમાં કિરણને સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું. તેના મોતના સમાચાર મળતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે એટલે કે ગુરૂવારના રોજ કિરણનો 33મો જન્મદિવસ હતો.
મિત્રો વિગતવાર વાત કરીએ તો કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને રાજકોટ શહેરમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધ્યા છે અને અત્યાર સુધીમાં ઘણા લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment