હાલમાં અમદાવાદમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશનના વાહનના કારણે એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે કોર્પોરેશનની કચરાની ગાડીએ બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર લગાવી હતી.
આ કારણસર બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. આ અકસ્માતની ઘટના ઓઢવ રીંગરોડ પાસે ગઈકાલે મોડી રાત્રે બની હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ ભાવેશ પટેલ હતું.
ભાવેશ પટેલ પોતાની બાઇક લઈને રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન તેની બાઈકને કચરાના વાહને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં ભાવેશ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માતની ઘટના બન્યા બાદ કચરાના વાહનનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ભાવેશ ના મોતના સમાચાર મળતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાલમાં તો આ ઘટનાને લઈને નંબર ચાલક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment