લગ્નમાં વરરાજાએ પોતાના મિત્રો સાથે કંઈક એવું કર્યું કે… દુલ્હન પણ ખડખડાટ હસી પડી… જુઓ વાયરલ વિડિયો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે, જેને જોઈને આપણને હસવું આવે છે. ઘણા વિડીયો એવા હોય છે જેમાંથી તમે કંઈક શીખી શકો છો. જ્યારે કેટલાક વિડિયો એવા હોય છે જેને જોયા પછી તમને હસવું આવશે. ક્યારેક આવા વિડીયો બાળકોની ક્યુટ એક્ટિવિટીનો હોય છે તો ક્યારેક વર-કન્યા કંઈક એવું કરે છે કે જેને જોઈને વ્યક્તિ ઈચ્છે તો પણ હસવાનું રોકી શકશે નહીં.

હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. લગ્નમાં આવું બનતું તમે ક્યારેય નહીં જોયું હોય, સામાન્ય રીતે લગ્ન પછી વિદાય સમારંભ દરમિયાન દુલ્હન રડતી જોવા મળે છે. પરંતુ અહીં ગંગા ઉંધી વહી રહી છે, તમામ રીતિ રિવાજો અને પરંપરાઓ બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ દ્રશ્ય લગ્નની વિદાય નો છે, અહીં વર કન્યા વિપરીત ભૂમિકામાં જોવા મળે છે. કન્યા તેના વરરાજાને તેનો હાથ પકડીને દોરી રહી છે, જ્યારે વર તેના મિત્રોને ગળે લગાવીને રડી રહ્યો છે. વરરાજા ને તેના મિત્રો પણ સાંત્વના આપે છે, જ્યારે કન્યા તેને તેના હાથથી ખેંચી રહી છે.

વિડીયો એકદમ રસપ્રદ છે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સટ્રાગ્રામ પર lehenga.com_official નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 61 લાખ લોકોએ જોયો છે, જ્યારે ત્રણ પોઇન્ટ પાંચ લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. લોકોએ આ અંગે ઘણી કોમેન્ટ્સ પણ કરી છે, ઘણા લોકોએ હસતા ઈમોજી સાથે પ્રતિક્રિયાઓ આપે છે જ્યારે ઘણા લોકોએ કહ્યું અહીં સાજન તેના સાસરે જઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*