વલસાડમાં આઇસર ટેમ્પો અને મારુતિ વાન વચ્ચે ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો, વાન ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત… આખા ગામમાં માતમ છવાઈ ગયો…

વલસાડમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પંચલાઈ ગામે મંદિર પાસે આઇસર ટેમ્પો અને મારુતિ વાન વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ કારણોસર વાન ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

જ્યારે વાનમાં તેની સાથે બેઠેલા અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ભીખાભાઈ પટેલ હતું અને તેમની ઉંમર 45 વર્ષની હતી. ભીખાભાઈ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નિમખલ ગામે ભગત ફળિયામાં રહેતા હતા.

ભીખાભાઈ અને શૈલેષભાઈ અમૃતભાઈ પટેલ નામના વ્યક્તિ બંને મારુતિ વાન લઈને નાનાપોઢ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં નાસિકથી પારડી તરફ એક ટેમ્પો આવી રહ્યો હતો. ત્યારે ટેમ્પા અને વાન વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ પારડી પોલીસ અને 108 ની ટીમને કરી દેવામાં આવી હતી. અકસ્માતની ઘટનામાં ભીખાભાઈ પટેલને ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેમનું કરુણ મોત થયું હતું. જ્યારે શૈલેષભાઈ પટેલને માથાના ભાગે તેમ જ પગના ભાગે ઈજા પહોંચી હતી. તેમને 108 ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ભીખાભાઈનું મોત થતા જ તેમના પરિવારજનોને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ભીખાભાઈના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*