આપણે સૌ જાણીએ જ છીએ કે ભારત દેશમાં ઘણા એવા લોકો છે. જે પોતાના ધંધાને કાંઈક અલગ રીતે દર્શાવવા માટે અલગ અલગ ટેકનીક નો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવી વાત કરવાના છીએ. જેમાં એક વ્યક્તિએ એક ગજબની ટેકનીક અપનાવીને પોતાનો ધંધો ખૂબ જ વધાર્યો છે. ઈલ્હાબાદ, દિલ્હી, અમદાવાદ, સુરત અને ઇન્દોરમાં ઘણી બધી હોટલોના માલિકો આ ટેકનિકનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે.
આ લોકો પોતાનો ધંધો આગળ વધારવા માટે આ ટેકનિકનો વપરાશ કરતા નજરે પડી રહ્યા છે. તમે ઘણી જગ્યાએ કેટલાક લોકોને ગરમાગરમ તેલમાં હાથ નાખીને પકોડા અથવા તો ભજીયા તળતા જોયા હશે. આ દ્રશ્યો જોઈને ઘણા લોકોના મનમાં વિચાર આવતો હશે કે આ કોઈ જાદુ અથવા તો દિવ્ય શક્તિ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ કોઈ જાદુ કે દિવ્ય શક્તિ નથી.
તેની પાછળ એક વિજ્ઞાન જોડાયેલું છે અને આ ટેકનિક અપનાવીને તમે પણ આસાનીથી આ વસ્તુ કરી શકો છો. મિત્રો તમને જણાવી દઈએ કે ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા અથવા તો પકોડા બહાર કાઢવાની ટેક્નિકને Leidenfrost કહેવામાં આવે છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના તમે આ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો.
આ ટેકનિક વિશે વાત કરીએ તો, આ ટેકનિકનો ઉપયોગ કરતા પહેલા હાથ ઠંડા પાણીમાં ડુબાડવામાં આવે છે અને પછી હાથ ગરમાગરમ તેલમાં નાખવામાં આવે છે. જેના કારણે હાથની આજુબાજુ રહેલું તેલ વરાળમાં પરાવર્તિત થઈ જાય છે. જેથી આજુબાજુ રહેલી વરાળ તેલને હાથના સંપર્કમાં આવા દેતી નથી.
જેના કારણે ગરમાગરમ તેલમાં હાથ નાખનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી. મિત્રો તમને જણાવી દે કે આ ટેકનીકમાં ગરમાગરમ તેલમાં થોડીક વાર જ હાથ નાખવાના હોય છે. થોડીક વાર પછી હાથને તેલમાંથી બહાર કાઢી લેવા પડે છે. આજકાલ ઘણા લોકો આ ટેકનિક અપનાવીને પોતાનો ધંધો આગળ વધારી રહ્યા છે.
આ ટેકનીક કોઈપણ વ્યક્તિએ ઘરે ટ્રાય કરવી નહીં. કારણકે જે લોકો આ ટેકનિકનો ઉપયોગ કરે છે તે વર્ષોથી આ ટેકનિક અપનાવે છે અને સારી રીતે ટેકનીકનો ઉપયોગ કરતા જાણે છે. જેથી કોઈ પણે આ ટેકનિકનો ઉપયોગ કરવો નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment