ગુજરાતમાં બે દિવસ પહેલા બનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં બે બાળકોના તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયા છે. મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોનો આક્ષેપ છે કે, છાત્રાલયના સંચાલકોની બેદરકારીના કારણે તેમના બાળકોના મોત થયા છે. વિગતવાર વાત કરીએ તો, કવાંટ તાલુકાના ભેખડીયા ગામના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા બે બાળકોના તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયા છે.
દીકરાઓના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. દીકરાઓનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.વિગતવાર વાત કરીએ તો, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના દિવ્યાગાં ભેખડિયા ખાતે આદિવાસી ઉત્થાન ટ્રષ્ટ દ્વારા કુમાર અને કન્યા છાત્રાલય ચલાવવામાં આવે છે.
ઘટના બની તે દિવસે કેટલાક બાળકોને સંચાલકો ગામના તળાવ પાસે ચારો કાપવા માટે લઈ ગયા હતા. પછી બાળકોને પાછા છાત્રાલય લઈ જવામાં આવ્યા હતા. પરંતુ બે બાળકો તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. આ બે બાળકો છાત્રાલય પરત ફરિયા નહીં. તેમ છતાં પણ છાત્રાલયના સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નહીં. ત્યારબાદ બાળકો તળાવમાં ડૂબી ગયા હતા.
જેમાંથી બે બાળકોના મૃતદેહને સવારના સમયે ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. દીકરાઓના મોત ના સમાચાર મળતા જ તેમના પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટનામાં 15 વર્ષના કેશવ અમરસિંહ અને 15 વર્ષના પોપટ કમલેશભાઈ રાઠવા નામના બાળકનું મોત થયું છે. બંને ધોરણ 10 માં અભ્યાસ કરતા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, તળાવમાં નાહવા રોકાયેલા બંને બાળકો મોટી સાંજ થઈ ગઈ છતાં પણ પરત આવ્યા નહીં. છતાં પણ છાત્રાલયના સંચાલકોએ બંને બાળકોની કોઈપણ પ્રકારની તપાસ કરી નહીં. જેથી છાત્રાલયના સંચાલકો પર બેદરકારી નો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment