સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મહિલાને પેટમાં દુખાવો થયા બાદ અચાનક જ તેનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલી મહિલાના પતિનું બે દિવસ પહેલા દુઃખદ નિધન થયું હતું. પતિના મૃત્યુ બાદ મહિલાને ભારે આઘાત લાગ્યો હતો અને ત્યારબાદ મહિલાએ ખાવાનું પણ બંધ કરી દીધું હતું.
જેના કારણે ગઈકાલે રાત્રે અચાનક જ મહિલાની તબિયત બગડી ગઈ હતી. એટલે પરિવારના સભ્યો તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. આ ઘટના બનતા જ બે દિવસમાં પાંચ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પાંડેસરા વિસ્તારમાં આવેલા સનાતન ડાયમંડ નગરમાં મૂળ ઓડિશાના વાલ્મિકી શાહુ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ લુમ્સના ખાતામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જાણવા મળી રહ્યું છે કે લગભગ 11 વર્ષ પહેલા તેમની પત્નીનું બીમારીના કારણે મોત થઈ ગયું હતું.
ત્યારબાદ તેમને બીજા લગ્ન કર્યા હતા. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, બે દિવસ પહેલાં વાલ્મિકી જ્યારે લુમ્સના ખાતામાં કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેમની હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થઈ ગયું હતું. વાલ્મિકીના મૃત્યુ બાદ તેમની પત્નીએ બે દિવસથી ખાવાનું બંધ કરી દીધું હતું. ત્યારે ગઈકાલે રાત્રે અચાનક જ તેમની પત્નીને પેટમાં દુખાવો પડ્યો હતો.
એટલે સંતાનો માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બનતા જ મૃતક મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ દુઃખદ ઘટના બનતા જ માત્ર બે દિવસમાં પાંચ સંતાનો હોય માતા અને પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment