ગુજરાતમાં બનેલી એક સામું એક સુસાઈડની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં અમદાવાદથી નજીક આવેલા ધોળકા તાલુકાના એક જ પરિવારના ચાર સભ્યોએ એક સાથે સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પિતા-પુત્રનું મોત થયું છે. જ્યારે માતા અને નાના દીકરાની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલુ છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ધોળકા તાલુકાના કલીકુંડ વિસ્તારમાં આવેલી રામદેવનગર સોસાયટી રહેતા રાઠોડ પરિવારે મંગળવારના રોજ સાંજના 5:00 વાગ્યાની આસપાસ કપાસમાં નાખવાની ઝેરી દવા ગટગટાવીને સામુહિક સુસાઇડ નો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ પરિવારના ચારેય સભ્યોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોકટરે પિતા અને મોટા દીકરાને મૃત જાહેર કર્યા હતા અને માતા અને નાના દીકરાની હાલત ખૂબ જ ગંભીર છે અને તેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
વિગતવાર વાત કરીએ તો કિરણભાઈ ગલાભાઈ રાઠોડ નામના વ્યક્તિ મૂળ મહેસાણા જિલ્લાના વિજપુર તાલુકાના હસનપુરા ગામના વતની છું. તેઓ છેલ્લા 15 વરસથી પોતાના પરિવાર સાથે ધોળકામાં રહેતા હતા. કિરણભાઈ કોઠા ખાતે આવેલી જીઈબીમાં લાઈનમેન તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે કિરણભાઈ પોતાના પરિવાર સાથે ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનામાં કિરણભાઈ અને તેમના 26 વર્ષના દીકરા હર્ષનું મોત થયું છે. જ્યારે કિરણબેનની પત્ની નીતાબેન અને નાનો દીકરો હિરેનની હાલત ખૂબ જ નાજુક છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટના સ્થળે મળેલી બોટલ જપ્ત કરીને વધુમાં તપાસ હાથ ધરી છે. સુસાઇડ પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
પરંતુ સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ કિરણભાઈની દીકરી પાયલે થોડાક મહિના પહેલા આ જ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેના કારણે કિરણભાઈ એ પોતાના પરિવાર સાથે સામૂહિક સુસાઇડ કરવાનું નક્કી કર્યું હશે તેવું જાણવા મળી રહ્યું છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment