દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા બેઠા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પીકઅપ વાહન પુલ પરથી નદીમાં પડ્યું હતું. આ કારણસર પિકઅપમાં સવાર ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં એક મહિલા એક પુરુષ અને બે બાળકોનો સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા લોકો મંગળવારના રોજ રાત્રે ઢાબા પરથી ભોજન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પીકઅપ ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબુ બનેલું પિકઅપ પુલ પરથી શિવનાથ નદીમાં પડી ગયું હતું.
આ દુઃખદ ઘટના છત્તીસગઢના દુર્ગા જિલ્લામાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જેમાંથી પીકઅપ ચલાવનાર વ્યક્તિને ઓળખ લલિત તરીકે થાય છે અને તેની ઉંમર 40 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલી મહિલા અને બે બાળકોની ઓળખ હજુ સુધી થઈ નથી.
મોડી રાત્રે આ ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની માહિતી પણ પોલીસને આપી દેવામાં આવી હતી. ત્યારે આજ રોજ સવારે આઠ વાગ્યાની આસપાસ SDRFની તેમને પાણીમાં પીકઅપ વાહન મળ્યું હતું. ત્યાર પછી કલાકોની મહેનત બાદ વહન અને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
અચાનક જ રાત્રે પીકઅપ કયા કારણોસર બેકાબૂ બન્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા તમામ લોકો મંગળવારના રોજ મોડી રાત્રે રાત્રે ભોજન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અકસ્માતમાં તેમનું મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment