અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે અમદાવાદમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટના અમદાવાદના એસજી હાઇવે પર બની હતી. હેબતપુર બ્રિજથી પકવાન બ્રીજ થવાના રોડ ઉપર પુરપાડ ઝડપે જઈ રહેલી એક કાર ડિવાઇડર સાથે અથડાતા પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 6 યુવકો માંથી ત્રણ યુવકોના મોત થયા છે. જ્યારે બે યુવકોને ઘટનામાં ગંભીર ઇજા પહોંચે છે. જ્યારે કાર ચલાવનાર યુવકને આ ઘટનામાં સામાન્ય ઇજા પહોંચી છે. અકસ્માતની ઘટના બની આબાદ કાર ચલાવનાર યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલક યુવક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે ઓવર સ્પીડમાં જતી કાર સૌપ્રથમ ડિવાઇડર સાથે અથડાઈ હતી અને પછી એક વીજના થાંભલા સાથે અથડાઈ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે કારમાં બેઠેલા છ મિત્રો રાત્રે 3:00 વાગ્યાની આસપાસ નાસ્તો કરીને ઘરે જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં 23 વર્ષીય નરેશ પ્રજાપતિ, 24 વર્ષીય મિતુલ પ્રજાપતિ અને 24 વર્ષીય કૌશલ પ્રજાપતિ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 23 વર્ષીય પ્રવીણ પ્રજાપતિ અને 23 વર્ષીય રાહુલ પ્રજાપતિ નામના યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
જ્યારે કાર ચલાવનાર નિમેષ પંચાલ યુવકને આ ઘટનામાં સામાન્ય ઇજા પહોંચી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ નિમેષ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઈને પોલીસે નિમેષ સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર, છ મિત્રો કાર લઈને કર્ણાવતી ક્લબની સામેના અમદાવાદના ફૂડ પાર્કમાં નાસ્તો કરવા માટે ગયા હતા.
નાસ્તો કરીને ત્રણ વાગ્યાની આસપાસ તેઓ ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ મૃતક યુવકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment