હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં SSBના જવાનનું દુઃખદ નિધન થયું છે. જવાન રજાના દિવસોમાં પોતાના ઘરે આવ્યા હતા. આ દરમિયાન ઘરમાં તેમની સાથે કંઈક એવું બન્યું કે તેમનું દર્દનાક મોત થયું છે. જાણવા મળી રહ્યો છે કે ઘરમાં લગાવેલા ઇન્વર્ટર જવાનને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
આ કારણોસર તેમનું મોત થયું હતું. જવાનો મોત થતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના ઉત્તરપ્રદેશના મહારાજગંજમાંથી સામે આવી રહે છે. જવાના મોતના સમાચાર મળતા જ રાજકીય અને સામાજિક કાર્યકરો ભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.
જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા જવાન દોઢ મહિના પહેલા રજા પર ઘરે આવ્યા હતા. આ દરમિયાન અકસ્માતમાં તેમના પગમાં ફેક્ચર થયું હતું. એટલે તેઓ તબીબી રજા પર હતા. રવિવારના રોજ રાત્રિના સમયે તેઓ જમ્યા બાદ પોતાના રૂમમાં સૂઈ ગયા હતા. આ દરમિયાન રાત્રે વીજળીમાં કાંઈક ગડબડ થઈ હતી.
ત્યારબાદ જવાની રાત્રે ઇન્વર્ટર રીપેર કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો તેમને સારવાર માટે તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા જ્યાં હાજર ડોક્ટરે જવાનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
જવાન ના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા જવાના પાર્થિવદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.
આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા જવાના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલા જવાનને બે બાળકો છે. જેમાં એકનું નામ રાજવીર અને બીજાનું નામ રણવીર છે. રાજવીરની ઉંમર આઠ વર્ષની છે અને રણવીરની ઉંમર પાંચ વર્ષની છે. આ ઘટના બનતા જ બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment