ઝડપી કાર ચાલકે એક જ પરિવારના 3 લોકોને કચડી નાખ્યા, માં-દીકરા અને ગર્ભવતી દીકરીનું મોત… એક જ ઝટકામાં પરિવાર વિખરાઈ ગયો…

હાલમાં ગુજરાતમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ નજીક પુલના છેડે છાપરું બાંધીને પોતાના બાળકો સાથે માછલીનું વેચાણ કરતી એક મહિલા સહિત ચાર લોકોને એક ઝડપી કાર્ય જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં માતા અને તેના બે સંતાનોનું દર્દનાક મોત થયું છે.

જ્યારે એક માસુમ બાળકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ કારચાલકને ઝડપી પાડ્યો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મહેસાણા જિલ્લાના ધરોઈ વિસ્તારમાં રહેતું એક પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી માછલી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મળતી માહિતી અનુસાર પરિવારના ગીતાબેન વાઘેલા પોતાના દીકરા આકાશ, દીકરી કરિશ્મા અને દીકરી કિંજલ સાથે ધરોઈ નદી નજીક આવેલા ભૂલ નજીક છાપરું બાંધીને ત્યાં માછલીનો વ્યવસાય કરતા હતા.

મૃતક કરિશ્મા

મૃતક કરિશ્મા

આ દરમિયાન એક વ્યક્તિ ત્યાંથી પોતાની i10 કાર લઈને પસાર થયો હતો. આ દરમિયાન અચાનક જ ઝડપી કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી તેની કાર માછલી વેચતા પરિવારના છાપરાની અંદર ઘૂસી ગઈ હતી. આ ઘટના બનતા જ છાપરામાં બેઠેલા ગીતાબેન, તેમનો દીકરો આકાશ, દીકરી કરિશ્મા અને દીકરી કિંજલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

મૃતક આકાશ

મૃતક આકાશ

આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ લોકોએ કારચાલકને ઝડપી પાડ્યો હતો. પછી 108ની મદદથી ઈજાગ્રસ્ત થયેલા ચારયે લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં 50 વર્ષના ગીતાબેન, તેમના 13 વર્ષના દીકરા આકાશ અને 30 વર્ષની દીકરી કરિશ્માનું મોત થયું હતું.

મૃતક ગીતાબેન

મૃતક ગીતાબેન

જ્યારે ઇજાગ્રસ્ત થયેલી 15 વર્ષની કિંજલની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી દીકરી કરિશ્માને સાત માસનો ગર્ભ હતો. તે ગર્ભવતી હતી એટલે તે પોતાની માતાના ઘરે રહેતી હતી. અહીં તે પોતાની માતાને માછલીના વ્યવસાયમાં મદદ કરાવતી હતી.

આ ઘટનામાં કરીશમાનું કરુણ મોત થતા તેના પેટમાં રહેલું માસુમ બાળકો દુનિયા જુએ તે પહેલા ભગવાનને વહાલું થઈ ગયું છે. આ ઘટનામાં એક કાર ચાલકની બેદરકારીના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના ભાઈ કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*