દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજે આપણે એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક માતાએ પોતાના જ 3 વર્ષના દીકરાનો જીવ લઈ લીધો છે. માતાએ પોતાના દીકરાને એવો દર્દનાક મોત આપ્યો કે સાંભળીને હૈયું કંપી ઉઠશે. જાણવા મળી રહ્યું છે કે માતાએ તેના પ્રેમી સાથે મળીને પોતાના દીકરાનો જીવ લઈ લીધો હતો.
માત્ર ત્રણ વર્ષના દીકરાને શું ખબર હશે કે 9 મહિના જેના પેટમાં રહ્યો તે જ માતા તેના જીવની દુશ્મન બની જશે. આ ઘટના મધ્યપ્રદેશના ગવાલિયરમાં બની હતી. અહીં એક માતાએ પોતાના પ્રેમી સાથે મળીને 3 વર્ષના જતીન રાઠોડ નામના બાળકનો જીવ લઈ લીધો હતો. માતાએ પોતાના બાળકને છત પરથી નીચે ફેંકી દીધો હતો.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ગવાલિયર જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલ ધ્યાન સિંહની પત્ની જ્યોતિ રાઠોડ તેના પડોશમાં રહેતા ઉદય નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતી. ગત 28 એપ્રિલના રોજ જ્યોતિએ પોતાના 3 વર્ષના દીકરાને ઘરની છત પરથી નીચે ફેંકી દીધો હતો. આ કારણોસર માસુમ દીકરાનું મોત થયું હતું. આ ઘટનામાં માત્ર 3 વર્ષના દીકરાનો દોષ એટલો જ હતો કે, તે તેની માતાને પ્રેમી સાથે કથિત હાલતમાં જોઈ ગયો હતો.
આથી જ્યોતિને લાગ્યો કે તેનો દીકરો આ વાતની જાણ તેના પતિને કરી દેશે. જેથી જ્યોતિએ પોતાના દીકરાને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. આ ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
દીકરાના મોત બાદ પરિવારના સભ્યો અને પોલીસ કોન્સ્ટેબલ ધ્યાન સિંહને એવું લાગ્યું કે તેમના દીકરાનું આકસ્મિત રીતે મોત થયું છે. પરંતુ થોડાક દિવસ પછી જ્યોતિએ પોતાના પતિ સામે પોતાનો ગુનો કબુલ કર્યો હતો. ત્યારબાદ પતિએ જ્યોતિની બધી વાતના ઓડિયો અને વિડિયો રેકોર્ડ કર્યા.
ત્યારબાદ પુરાવા સાથે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ત્યારબાદ પોલીસે જ્યોતિ રાઠોડની ધરપકડ કરી હતી. પછી તેના બોયફ્રેન્ડ ઉદયની પણ ધરપકડ કરી હતી. આ ઘટના બની ત્યારે ઉદય પણ અગાસીમાં જ્યોતિ સાથે હાજર હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment