આજરોજ સવારે બનેલી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક અલ્ટો કાર અચાનક જ બેકાબુ થઈ જતા રસ્તાની બાજુમાં પાર્ક કરેલા પીકઅપ સાથે અથડાઈ હતી. જેના કારણે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. આ ઘટનામાં અલ્ટો કારમાં સવાર પતિ-પત્ની સહિત ચાર લોકોના મોત થયા છે.
આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના પીલીભીતમાંથી સામે આવી રહી છે. લખનઉ થી નૈનીતાલ થઈ રહેલી અલ્ટો કાર રસ્તામાં અચાનક જ બેકાબુ બની ગઈ હતી. જેના કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે વાતાવરણ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં મૃતકોમાં બે પિતરાય બહેનોનો સમાવેશ થાય છે.
જ્યારે આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા બંને લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
વિગતવાર વાત કરીએ તો અબ્દુલ નામનો યુવક પોતાના પરિવાર સાથે કારમાં નૈનીતાલ જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન તેની સાથે 21 વર્ષની બતુલ, 21 વર્ષની મરિયમ અને તેની પત્ની સાયમા, દીકરી અબિયા અને સંબંધી અમન કારમાં સવાર હતા. અબ્દુલ કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક જ અબ્દુલ ચાલુ કારમાં ઊંઘી ગયો હતો. જેના કારણે તેને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા પીકઅપની સાથે અથડાઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં અબ્દુલ, તેની પત્ની સાયમા, 21 વર્ષની બતુલ અને 21 વર્ષની મરિયમનું મોત થયું હતું. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment