અમદાવાદમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અમદાવાદના જુહાપુરમાં રહેતા એક પતિ-પત્ની શાકભાજી લેવા માટે એકટીવા લઈને ઘરેથી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક ટ્રક ચાલકે તેમને એકટીવાને અડફેટેમાં લીધી હતી. જેના કારણે એકટીવા પર સવાર મહિલા રોડ પર નીચે પડી ગઈ હતી.
આ દરમિયાન મહિલાના શરીર ઉપરથી ટ્રકનું ટાયર પસાર થઈ ગયું હતું. જેના કારણે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. પછી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. આ ઘટના બનતા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
હાલમાં તો બનાવને લઈને ટ્રક ચાલક સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ એક 17 વર્ષની દીકરી અને એક 13 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 29 ઓગસ્ટના રોજ 11:00 વાગ્યાની આસપાસ એક મહિલા પોતાના પતિ સાથે એકટીવા પર સવાર થઈને શાકભાજી લેવા માટે ઘરેથી નીકળી હતી.
શાકભાજી લઈને તેઓ ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક ટ્રકે તેમની એકટીવાની ટક્કર લગાવી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં પતિની નજર સામે પત્નીના શરીર પરથી ટ્રકનું ટાયર પસાર થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
પરંતુ ત્યાં સુધીમાં તો મહિલાનું મોત થઈ ગયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આઇસર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment