રાત્રે ખેતરે જવા નીકળેલા યુવક સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે…તડપી તડપીને મોત… બે નાના-નાના બાળકો બાપ વગર ના થઈ ગયા…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મોડી રાત્રે ઘરેથી બાઈક લઈને ખેતરે જવા નીકળેલા યુવકને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, રસ્તામાં યુવકની બાઇક સાથે કોઈ પ્રાણી અથડાતા યુવક બાઈક પરથી નીચે પડી ગયો હતો.

આ કારણોસર તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર પછી તો આખી રાત તે ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર પડેલો રહ્યો હતો. જ્યારે સવારે પરિવારના સભ્યોને માહિતી મળી એટલે પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પછી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે જરૂરી કાગળિયા કર્યા બાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ નંદકિશોર હતું અને તેની ઉંમર 36 વર્ષની હતી. નંદ કિશોર 27 ઓગસ્ટના રોજ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ પોતાની બાઇક લઈને ખેતરે જવા માટે નીકળ્યો હતો.

ત્યારે 28 ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યાની આસપાસ ગામના લોકોએ નંદકિશોરને રસ્તા ઉપર પડેલો જોયો હતો. પછી ગામના લોકો નંદકિશોર પાસે પહોંચ્યા ત્યારે તે ઇજાગ્રસ્ત હાલતમાં ત્યાં પડેલો હતો અને તે હોશમાં હતો. પછી ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી. ત્યારબાદ તેને સારવાર માટે કોટાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે એક બીજી હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. નંદકિશોરના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. નંદકિશોરના મૃત્યુ બાદ બે નાના નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અચાનક જ રાતે કયા કારણોસર નંદકિશોર સાથે અકસ્માતની ઘટના બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જંગલી પ્રાણી સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*