હાર્ડવેરના વેપારીએ દુકાનમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઈડના બનાવો વધી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક હાર્ડવેરના વેપારીનું મૃતદેહ તેની દુકાનની અંદર લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ મૃતકના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ સુસાઈડની ઘટના ઇંદોરમાંથી સામે આવી રહી છે.

ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વિક્કી હતુ અને તેની ઉંમર 26 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર વિક્કી ચૌહાણ તેના ઘરથી અડધો કિલોમીટર દૂર ચૌહાણ એન્ટરપ્રાઇઝ નામની દુકાને ચલાવતો હતો. વિક્કીએ પોતાની દુકાનની અંદર ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિક્કીના પિતાએ ભાઈએ જણાવ્યું કે, કસ્ટમરને સિમેન્ટ પહોંચાડવાની છે તેમ કહીને વિક્કી ઘરેથી દુકાને જવા માટે નીકળ્યો હતો. પરિવારના સભ્યોને એમ લાગ્યું કે તે દુકાને જઈ રહ્યો છે. પછી તો બપોરે વિક્કી કેટલાક કસ્ટમર અને ઘણા લોકોના કોલ ઉપાડતો ન હતો. જ્યારે મિત્રોએ ઘરે ફોન કર્યો ત્યારે ખબર પડી કે વિક્કી તો સવારે દુકાન જવા માટે નીકળ્યો હતો.

ત્યાર પછી તો વિક્કીના મિત્રો અને પરિવારના સભ્યો દુકાન પહોંચ્યા હતા, ત્યારે ત્યાં દુકાનનું શટર બંધ હતું. પરંતુ દુકાન પર તાળું મળેલું ન હતું. ત્યાર પછી પરિવારના સભ્યોએ દુકાનનું શટર ઊંચું કરીને અંદર ગયા ત્યારે અંદરથી વિક્કીનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.

પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. વિક્કીએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. ઉપરાંત તેની પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ પણ મળી નથી.

આ ઘટનાને લઈને હાલમાં તો પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિક્કીની વાત કરીએ તો તે તેના માતા પિતા નો એકનો એક દીકરો હતો. તેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા, તેને સંતાનમાં બે બાળકો છે. આ ઘટના બનતા જ બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*