સુરતમાં બાથરૂમમાં તૈયાર થવા ગયેલા 8 વર્ષના માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા બનાવો બનતા હોય છે જે જોઈને કે સાંભળીને આપણું હૃદય દ્રવી ઉઠે છે. હાલમાં આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, સુરત શહેરમાં એક આઠ વર્ષીય બાળકે રજાના દિવસે પિતા પાસે ફરવા જવાનો વ્હાલ કર્યોને મૃત્યુ નીપજ્યું છે.

બાળક કે પિતાને ફોન કરીને ફરવા લઈ જવા માટે કહ્યું હતું, પિતાએ બાળકને હા પાડી ને તૈયાર થવા માટે કહ્યું હતું. તે સમયે બાથરૂમમાં હીટરથી ગરમ પાણીની ડોલમાં હાથ નાખતા બાળકને જોરદાર કરંટ લાગ્યો હતો. માસુમ બાળકનું આ રીતે અવસાન થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

વિગતવાર જાણીએ તો સગરામપુરા વિસ્તારમાં આવેલી તલાવડી ખાતે મોહમ્મદ આસિફ શેખ પરિવાર સાથે રહે છે. આસીફભાઈ લગ્ન પ્રસંગોમાં ઘોડા ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો આઠ વર્ષીય દીકરો આકીબ શેખ સગરામપુરા માં જ આવેલી સ્કૂલમાં ધોરણ ત્રણ માં અભ્યાસ કરી રહ્યો હતો.

રવિવારની સ્કૂલમાં રજા હોવાથી પિતાને ફોન કરીને ફરવા લઈ જવા માટે કહ્યું હતું. જેથી પિતાએ તૈયાર થવા જણાવ્યું હતું, ત્યારબાદ એક બે વાર ફરી પિતા સાથે વાત કરી હતી. પિતાને ફરવા જવાનું કહેતા આકીબ તૈયાર થવા લાગ્યો હતો, બાથરૂમમાં હીટરથી પાણી ગરમ થઇ રહ્યું હતું.

હીટર મુકેલા ગરમ પાણીની ડોલમાં હાથ નાખતા આકીબને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું, દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ તો પોલીસે નિવેદન નોંધીને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*