હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે તહેવારોને અનુરૂપ ગીત સંગીત પણ સાંભળવા મળી જાય છે. આથી જ વર્ષમાં જે તહેવાર આવતો હોય તેને લગતા અવનવા ગીતો પણ સોશિયલ મીડિયાની દુનિયામાં જોવા મળી જતા હોય છે. તહેવારોને અનુરૂપ લોકો આવા ગીત સંગીતથી પોતાના વાર તહેવારોની શરૂઆત કરતા હોય છે.
ત્યારે હજુ હાલ જ અધિક માસ પૂરો થયો છે અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે. ઘણા લોકોએ અધિક માસ એટલે કે પુરુષોત્તમ મહિનામાં પણ ઉપવાસ કર્યા હશે. મહિલાઓ તો પુરુષોત્તમ રાય ભગવાનની પૂજા અર્ચનામાં આખો દિવસ પસાર કરતી હોય છે.
જેમાં ભગવાન પુરુષોત્તમની સારવારમાં પૂજા કરવાની ત્યારબાદ ‘આમુડું જાંબુડું’ નુ ગીત ગાઈને દરરોજ ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂજા કરતી નજર આવતી હોય છે. હવે તો સોશિયલ મીડિયા પર પણ પુરુષોત્તમ ભગવાનના આ ગીત સાંભળવા મળી જાય છે.
View this post on Instagram
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ગીતાબેન રબારી નો એક વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં કચ્છી કોયલ ગીતાબેન રબારી પુરુષોત્તમ માસનું પ્રખ્યાત ગીત આમુડું જાંમુડું ગાતી નજર આવી રહી છે. એવા મીઠા મધુર શબ્દો માટે આ ગીત ગાય રહી છે કે સાંભળનારનો દિવસ જ બની જાય અને આ સાંભળ્યા બાદ તેને માત્ર સાંભળવાનું જ મન થાય.
વાસ્તવમાં આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ સંગીત કાર્યક્રમ હોય એમ લાગી રહ્યું છે. જ્યાં ગીતાબેન રબારી પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, કચ્છી કોયલ સ્ટેજ પર માયક લઈને બેઠેલી જોવા મળી રહી છે અને તે પુરુષોત્તમ ભગવાનનું ગીત ગાઈ રહી છે.
આ ગીત ગીતાબેન રબારી એટલા જ જોશ અને ઉત્સાહની સાથે ગાઈ રહ્યા છે કે શ્વાસ લીધા વિના એક શ્વાસે તેવો આખું પૂરું ગીત ગાય બતાવે છે. તેમનુ આ ગીત સાંભળીને ત્યાં હાજર લોકો મંત્રમુગ્ધ બની જાય છે. એમનો આ વિડીયો ઈન્સટ્રાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment