ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે મહુવા બાયપાસ હાઈવે પર બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકે એક એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતની ઘટનામાં માતાની નજર સામે બે માસુમ બાળકીનું મોત થયું હતું.
આ ઘટના બનતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બંને બાળકીઓ માતા સાથે મામાના ઘરે જઈ રહી હતી. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં 12 વર્ષની દેવાંગી અને 7 વર્ષની યાત્રી નામની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે દીકરીની માતાને ઈજા પહોંચી હતી, તેની મહુવાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ ઘટના બનતા જ મહુવામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મહુવા નાગરિક બેંકના બ્રાન્ચ મેનેજર રાજુભાઈ ખીમાણીના પત્ની ભારતીબેન અને તેમની બે દીકરીઓ એકટીવા ઉપર મામાના ઘરે તરેડ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પાછળથી એ આવતા અજાણ્યા ટ્રક ચાલકે તેમની એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં 12 વર્ષની દેવાંગીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ભારતીબેન અને સાત વર્ષની દીકરી યાત્રિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે મહુવાની હનુમંત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં યાત્રીને મૃત જાહેર કરવામાં આવી હતી.
બંને લાડલી દીકરીઓના મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે મૃત્યુ પામેલી બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment