સ્કૂલેથી બાઇક લઈને ઘરે આવતા 2 વિદ્યાર્થીનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત… દીકરાઓના માતા-પિતાનું હૈયાફાટ રૂદન…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 12 માં અભ્યાસ કરતા એક જ કુટુંબના બે વિદ્યાર્થીના અકસ્માતમાં કરુણ મોત થયા છે. આ ઘટના બનતા વિદ્યાર્થીના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના કપરાડાના કાકડકોપર ગામ પાસે બની હતી. અહીં આવેલા ભારત પેટ્રોલ પંપની સામે બંને વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિગતવાર વાત કરીએ તો ભંડાકચ્છ ગામના ફણસ પાડા ફળીયાના એક જ પરિવારના બે દીકરાઓના મોત થયા છે. જેમાંથી એકનું નામ રોહિત દિનેશભાઈ બારૈયા હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. જ્યારે બીજાનું નામ કીર્તન ગણેશભાઈ બારૈયા હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી.

બંને માંડવા મોર્ડન હાઈસ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા હતા. શનિવારના રોજ બંને બાઈક લઈને સ્કૂલ ઉપર ગયા હતા. મોર્નિંગ સ્કૂલ હોવાના કારણે સ્કૂલમાંથી છૂટ્યા બાદ બંને પોતાના મિત્રને મુકવા માટે જતા હતા. મિત્ર અને મૂકીને બંને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં એક અજાણ્યા વાહને તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર રોહિત અને કીર્તન બંને નીચે પડી ગયા હતા અને બંનેના માથાના ભાગે બીજા પહોંચી હતી. આ કારણસર બંનેનો ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.

ત્યાર પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ બંને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. એક જ પરિવારના બે દીકરાઓના મોત થતા જ પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*