ખજૂરભાઈને કેદારનાથમાં મહાદેવએ આપ્યા સાક્ષાત દર્શન…? વીડિયો જોઈને આશ્ચર્યચકી થતાં આવી જશો…

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ એક અનોખો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમે અચરજ પામી જશો, આ વિડીયો ખજૂર ભાઈનો છે જેમાં તેમણે ભગવાનની માન્યતા વિશે જણાવ્યું છે. તેમણે કેદારનાથનું અનુભવ શેર કર્યો છે કે કઈ રીતે ભગવાને તેમને સાક્ષાત આશીર્વાદ આપ્યા.

એક સમયે એવો હતો કે ખજૂર ભાઈ માત્ર લોકોને કોમેડી કરીને હસાવતા પરંતુ એ સમય હવે બદલાઈ ગયો છે. ખજૂર ભાઈ લોકોની આંખોના આંસુઓને લૂછીને તેમના ચહેરા પર સુખનું સ્મિત આપી રહ્યા છે. આ ખજૂર ભાઈ નું જીવન સદાય લોકોની સેવામાં વીતી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ખજૂર ભાઈને શિવજી પ્રત્યે અતિ લગાવ છે.

જેઓ કેદારનાથ પણ દર્શનાર્થે ગયા છે અને હાલમાં તેમણે કેદારનાથનો અનુભવ શેર કર્યો છે. જાણીએ છીએ કે ખજૂર ભાઈ ગુજરાતના સૌથી લોકપ્રિય કલાકાર તો છે જ પરંતુ સાથોસાથ અનેક જરૂરિયાતમંદ લોકો માટે લોક સેવકનું કામ કરી રહ્યા છે. ટૂંક જ સમયમાં ખજૂર ભાઈ દ્વારા વૃદ્ધાશ્રમ પણ શરૂ કરવામાં આવશે અને અત્યાર સુધીમાં ખજૂર ભાઈ અનેક લોકોની મદદ કરી ચૂક્યા છે.

તેમની અવિરત પણે સેવા ભાવનાને કારણે અનેક લોકોના જીવનમાં સુખના સૂરજો ઊગ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભગવાનની માન્યતા વિશે તેમણે કહ્યું છે કે ભગવાનમાં તો ભયંકર માનું છું. મહાદેવ નો ઉપાસક છું, કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ બધે જ ગયો છું. ભગવાને તો બધા સાચા પરંતુ બધાના ઇષ્ટદેવ હોય અને બધા અલગ ભગવાનને માનતા હોય તો હું મહાદેવનો ઉપાસક છું.

મારુ ગીત કેદારનાથમાં માઇન્સ પાંચ ડિગ્રીમાં પણ મેં શૂટ કર્યું હતું. ભગવાનને મેં કહ્યું કે તું મને તારા ધામમાંથી પાછો ન મોકલતો, આખરે બન્યું એવું કે મહાદેવે મને સપોર્ટ કર્યો. તમે મારા બ્લોગમાં જોશો કે મેં જ્યાં માથું ટેકવ્યું ત્યાં ઓમનું નિશાન જોવા મળ્યું અને લોકોનું કહેવું છે કે તમારા પર મહાદેવનું હાથ છે અને હું પણ માનું છું કે મહાદેવ મને સપોર્ટ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*