દરેક માતા-પિતા માટે બનેલો એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક બે વર્ષના માસુમ બાળકનું તડપી તડપીને મોત થયું છે. માત્ર બે વર્ષના દીકરાનું મોત થતા માતા-પિતા ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો એક બે વર્ષનો અજય નામનો બાળક ઘરના દરવાજા પાસે રમી રહ્યો હતો.
આ ઘરને અડીને ગંગા નદી વહે છે. જાણવા મળી રહ્યું છે કે બાળકની માતા બાળકને ઘરના દરવાજામાં રમતો મૂકીને કામ કરવા માટે ચાલી ગઈ હતી. જ્યારે બાળકના કાકા ઘરના દરવાજા પાસે આવ્યા ત્યારે તેને બાળકને પાણીમાં પડેલો જોયો હતો. ત્યાર પછી કાકાએ બૂમાબૂમ કરી હતી.
જેના કારણે બાળકની માતા અને અન્ય પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. પછી બાળકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર માટે ખાનગી ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
અજયનું મોત થતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મૃત્યુ પામેલો અજય માતા-પિતાનો એકનો એક દીકરો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બે વર્ષના દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ સમાન છે. જો બાળકની માતા બાળકને એકલો રમતા મૂકીને ગઈ ન હોત તો આજે બાળકનો જીવ બચી ગયો હોત.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment