ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલો વધુ એક તેવો જ કિસ્સો રાજકોટના જેતપુર માંથી સામે આવી રહ્યો છે. આ ઘટનામાં જેતપુરના જોડિયા હનુમાનજી મંદિર પાસે 40 વર્ષના અશોકભાઈ ચૌધરી નામના વ્યક્તિને કારખાનામાં હાર્ટ એટેક આવ્યો હતો.
આ કારણોસર તેમનું મોત થયું છે. ત્યાર પછી અશોકભાઈ ચૌધરીના મૃતદેહને જેતપુરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અશોકભાઈ ચૌધરી કારખાનામાં હતા, ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણોસર તેમનું દુઃખદ નિધન થયું છે.
અશોકભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનોને અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી ગયા બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે.
ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી નાની ઉંમરના યુવાનોમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. લગભગ બે-ત્રણ દિવસ પહેલા સુરતના લિંબાયત વિસ્તારમાં એક હાર્ટ એટેકની ઘટના બની હતી. આ ઘટનામાં સુરતમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધર્મપાલ નામના જવાનું દુઃખદ નિદાન થયું હતું.
તેઓ પેટ્રોલિંગ પર હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓ રસ્તા ઉપર ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment