હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ખેતરમાં કપાસના પાકમાં દવા છાંટી રહેલા યુવક સાથે અચાનક જ કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે યુવક કપાસમાં દવા છાંટી રહ્યો હતો. ત્યારે અચાનક જ તે બેભાન થઈને ખેતરમાં પડી ગયો હતો.
પછી તો પરિવારના સભ્યો તાત્કાલિક દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. દીકરાનું મોત થતાં જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ દુઃખદ ઘટના રાજસ્થાનના અલવરમાંથી સામે આવી રહી છે.
વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકનું નામ ભગવાન યાદવ હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. ભગવાન યાદવ અલવારના તિજારાના શાહબાદ ગામનો રહેવાસી હતો. આ ઘટના શુક્રવારના રોજ બની હતી. મૃત્યુ પામેલો ભગવાન યાદવ પરિવારમાં એક માત્ર કમાવનાર હતો.
ભગવાન યાદવનું મોત થતા જ પરિવાર આર્થિક રીતે પણ પડી ભાંગ્યો છે. ઘટનાની વાત કરીએ તો શુક્રવારના રોજ બપોરે ભગવાન યાદવ કપાસના પાકમાં દવા છાંટી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને ચક્કર આવવા લાગ્યા હતા અને તે બેભાન થઈ ગયો હતો. ઘણો સમય થઈ ગયો છતાં પણ ભગવાન યાદવ ઘરે ન આવ્યો એટલે પરિવારના સભ્યો તેને શોધવા માટે ખેતર પહોચ્યા હતા.
ત્યારે અહીં ખેતરમાંથી ભગવાન યાદવ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. ત્યાર પછી પરિવારના સભ્યો ભગવાન યાદવને સૌપ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ભગવાન યાદવને વધુ સારવાર માટે અલવર મોકલવાનું કહ્યું હતું. પછી પરિવારના સભ્યો ભગવાન યાદવને અલવરની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભગવાન યાદવનું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.મૃત્યુ પામેલા યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું. યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું તેની ચોક્કસ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment