કપડાની દુકાનમાં કામ કરતા કર્મચારીએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… આખી ઘટના સાંભળીને ચોકી જશો…

આજકાલે સુસાઇડના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવકે ગુરૂવારના રોજ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું હતું. પરિવારજનોનો આરોપ છે કે ડરના કારણે તેમના દીકરાએ આ પગલું ભર્યું છે.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના ઇન્દોરના આઝાદ નગરમાંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલા યુવકનું નામ રાહુલ હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. રાહુલે ગઈકાલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા રાહુલના ભાઈ બલરામે જણાવ્યું કે, રાહુલનો તેના જ વિસ્તારમાં રહેતા જય નામના એક યુવક સાથે વિવાદ ચાલી રહ્યા હતા. બંને વચ્ચે વિવાદો થયા બાદ જયે આઝાદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલામાં બુધવારના રોજ રાત્રિના સમયે બે પોલીસ કર્મચારીઓ રાહુલના ઘરે આવ્યા હતા અને રાહુલને પૂછપરછ કરી હતી. જેના કારણે રાહુલ ખૂબ જ ડરી ગયો હતો અને તેથી તેને ગુરુવારના રોજ સુસાઇડ કરી લીધું હતું. આવું તેના ભાઈએ જણાવ્યું છે. રાહુલ એક કપડાની દુકાનમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘરે આવેલા પોલીસ કર્મચારીઓએ રાહુલને જેલમાં મોકલવાની ધમકી આપી હતી. જેના કારણે રાહુલ ખૂબ જ ડરી ગયો હતો અને તેને સુસાઇડ કરી લીધું હતું. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. રાહુલના સુસાઇડ પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*