આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે જોઈને કે સાંભળીને આપણું હૃદય દ્રવી ઉઠે છે. હાલમાં આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં એક દસ વર્ષીય બાળકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. ત્યારે બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ મામલે મૃતકના પ્રિન્સ મારું ના પિતા ચેતન મારું એ નોંધાયેલા નિવેદન પ્રમાણે તારીખ 21 ઓગસ્ટ 2023 ના રોજ રાજકોટ મોરબી હાઇવે પર આવેલ અર્પિત સ્કૂલમાં કોઈ કારણસર તેમના પુત્રને પગ તેમજ શરીરના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર પણ લેવામાં આવી હતી.
આ દરમિયાન આજે બપોર બાદ બાળક બેભાન થઈ જતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.ત્યારે હાલ બાળકનું પીએમ કરાવી મૃત્યુનું કારણ જાણવા અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક તેના પરિવાર સાથે રાજકોટ મોરબી હાઇવે પર આવેલા હડાળા ગામમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતક ના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ ચેતન મારું અને તેની પત્નીએ એક સંતાનને નાની વયમાં ગુમાવવાનો વારો આવ્યો છે. તેમજ મૃતક ધોરણ પાંચ માં અભ્યાસ કરતો હોવાનું પણ પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે જામનગર જિલ્લાના ધ્રોલમાં સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષાની તૈયારી કરનારા વ્રજ સોરઠીયા નામના બાળકનું પણ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ મૃતક બાળકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment