ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે રાજકોટમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં માત્ર 13 વર્ષના બાળકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પરિવારના સભ્યો જ્યારે બહાર ગયા ત્યારે બાળકે સુસાઇડ કર્યું હતું. પરિવારના સભ્યો ત્યારબાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હતો. આ ઘટના રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં બની હતી. રાજકોટના જંગલેશ્વરમાં આવેલ અંકુર સોસાયટી આઠમાં રહેતા 13 વર્ષ ના નવાઝ અકબરભાઈ નામના બાળકે ગઈકાલે સાંજે છ વાગ્યાની આસપાસ પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને સુસાઇડનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન બાળકના પિતા ઘરે આવ્યા ત્યારે તેમને પોતાના દીકરાને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. પછી પિતા દીકરાને તાત્કાલિક નીચે ઉતારીને સારવાર માટે સૌપ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલમાં બાળકને સારવાર મળે તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું.
માત્ર 13 વર્ષના દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી. પોલીસે જરૂરી કાગળિયા કર્યા બાદ મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃત્યુ પામેલા બાળકના પિતા મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક નવાઝ અને એક 17 વર્ષની દીકરી છે. તેવામાં નવાઝે સુસાઇડ કરી લીધું આ કારણોસર પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર, ગઈકાલે પરિવારના સભ્યો ઘરનો સામાન ખરીદવા માટે બજારમાં ગયા હતા.
આ દરમિયાન નવાઝ પરિવાર સાથે ગયો ન હતો અને તે ઘરે એકલો રહ્યો હતો. પછી તેને ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. માત્ર 13 વર્ષના બાળકને કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment