રાજકોટમાં ભૂલમાંથી ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા 11 વર્ષના બાળકનું રીબાઈ રીબાઈને મોત… પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો…

રાજકોટમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટના રાજકોટના તાબેના કાથરોટા ગામમાં બની હતી. અહીં ગામમાં રહેતા રોનક જયેશભાઈ મકવાણા નામના 11 વર્ષના બાળકનું રિબાઈ રિબાઈને મોત થયું છે. 20 તારીખના રોજ રાત્રે બે વાગ્યાની આસપાસ રોનક ભૂલમાંથી ઝેરી દવાનો ઘૂંટડો પી ગયો હતો.

ત્યારબાદ તેની તબિયત બગાડવા લાગી હતી એટલે તેને સૌ પ્રથમ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલમાં આજરોજ સવારે સારવાર દરમિયાન રોનકનું મોત થયું છે. રોનકનું મોત થતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલો રોનક માતા-પિતાનો એકનો એક દીકરો હતો. રોનક ધોરણ છ માં અભ્યાસ કરતો હતો. તેના પિતા જયેશભાઈ ખેતી કામ કરે છે. જયેશભાઈ એ જણાવ્યું કે, રોનકને છેલ્લા કેટલાક દિવસોથી શરદી ઉધરસ થઈ હતી. 20 તારીખના રોજ રાત્રે બે વાગ્યાની આસપાસ અચાનક જ ઉલટી થઈ હતી.

ઉલટી કર્યા બાદ પાણીનો ગ્લાસ છે તેમ સમજીને રોનકે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ રોનક ની તબિયત બગડી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સૌપ્રથમ રોનકને ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં ચાલુ સારવાર દરમિયાન રોનકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચે આવી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચીને જરૂરી કાગળિયા કર્યા હતા અને ત્યારબાદ રોનકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*