સુરતમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરતમાં પાલ-ઉમરા બ્રિજ ઉપર એક સીટી બસ ચાલકે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીને કચડી નાખ્યો હતો. આ કારણોસર વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ સીટી બસનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો વિદ્યાર્થી ઓટો મોબાઇલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હવે તે કેનેડામાં અભ્યાસ કરવા જવા માટેની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ સીટી બસ ચાલકની બેદરકારીના કારણે દીકરાનું કેનેડા જઈને અભ્યાસ કરવાનું સપનું અધૂરો જ રહી ગયું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે નજરે જોનાર લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા હતા.
આ ભયંકર અકસ્માતની ઘટના પાલ ઉમરા બ્રિજ ઉપર બની હતી. અહીં બ્રિજ ઉપર એક 21 વર્ષનો યુવક બાઈક લઈને જતો હતો. ત્યારે સીટી બસ ચાલકે તેને ખચડી નાખ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ જશ દેવગાણિયાને હતું. માત્ર 21 વર્ષના દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ 108 ની મદદથી ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં તો પોલીસે સીટી બસ ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મળતી માહિતી અનુસાર જસ અડાજણ વિસ્તારમાં શાંતિકુંજ બંગલામાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના પિતા કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા છે. જશ બે ભાઈઓમાં નાનો હતો. તેને ઓટોમોબાઇલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ પાસ કર્યું હતું અને હવે તે ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment