છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેક આવવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ બનેલી તેવી જ એક ઘટના માણવદર માંથી સામે આવી રહી છે.
આ ઘટનામાં એક 26 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા આંખના પલકારામાં તેનું મોત થયું હતું. ઘટના બનતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ કેવલ શશીકાંતભાઈ નિમાવત હતું. જાણવા મળી રહ્યું છે કે 21 તારીખના રોજ કેવલને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો એટલે તે જમીન પર ઢાળી પડ્યો હતો.
જેના કારણે તેનું મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાના કારણે મહાદેવ દેવિયા મંદિરે મેળો ભરાયો હતો. અહીં કેવલ મેળામાં પાણીનો ધંધો કરતો હતો મેળામાં તેનો સ્ટોલ હતો અને આ સ્ટોલ પર તેના પિતા પણ હાજર હતા.
ત્યારે કેવલ સ્ટોલમાં વસ્તુ ગોઠવી રહ્યો હતો. ત્યારે નીચે પડેલી કોઈ વસ્તુ લેવા માટે કેવલ નીચે વળ્યો ત્યારે તે અચાનક જ તેના પિતાની નજર સામે જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના બનતા જ આજુબાજુના લોકો પણ મદદ માટે ત્યાં દોડી આવ્યા હતા.
પછી કેવલ અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા તો ડોક્ટરે કેવલને મૃત જાહેર કર્યો હતો. 26 વર્ષના જુવાનજોધ દીકરા નું મોત થતા જ પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકના પિતા પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment