સુરતમાં બે વર્ષની દીકરીને ઘરની બહાર રમતી મૂકીને માતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… સુસાઇડ કરતા પહેલા મોબાઈલ માંથી…

સુરત શહેરમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુરતના મગદલ્લા વિસ્તારમાં એક 28 વર્ષની મહિલાએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. મહિલાની 2 વર્ષની દીકરી ઘરની બહાર રમી રહી હતી, ત્યારે મહિલાએ આ પગલું ભર્યું હતું. માતાને લટકતી હાલતમાં જોઈને નાનકડી એવી દીકરી રડવા લાગી હતી.

જેના કારણે પડોશમાં રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મહિલાએ સુસાઇડ કરતા પહેલા પોતાના મોબાઈલના બધા ડેટા ડીલીટ કરી નાખ્યા છે. વિગતવાર વાત કરીએ તો સુરતના મગદલા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના એપાર્ટમેન્ટમાં નટવરભાઈ છગનભાઈ ગોહિલ પોતાના પરિવાર સાથે રહે છે.

માસૂમ દીકરી સાથે માતાની તસવીર

તેમના પરિવારમાં તેમની પત્ની ચેતના, સાત વર્ષની દીકરી અને બે વર્ષની દીકરી છે. નટવરભાઈ ડ્રાઇવિંગની નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તે સવારે નોકરી પર નીકળી જાય છે અને સાંજે ઘરે આવે છે. ત્યારે ગઈકાલે નટવરભાઈ સવારે ટિફિન લઈને નોકરી પર જવા માટે નીકળ્યા હતા. બપોરે મોટી દીકરી સ્કૂલે ગઈ હતી. આ દરમિયાન ઘરે ચેતનાબેન અને તેમની બે વર્ષની દીકરી હતી.

ત્યારે બપોરના સમયે નટવરભાઈ પોતાની પત્ની અને દીકરી સાથે ફોન પર વાત કરી હતી. ત્યાર પછી માસુમ દિકરી ઘરની બહાર રમતી હતી. આ દરમિયાન દીકરીની માતાએ ઘરમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. જ્યારે દીકરીએ માતાનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું ત્યારે તે રડવા લાગી હતી. જેના કારણે આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. આ દ્રશ્યો જોયા બાદ આ ઘટનાની જાણ નટવરભાઈ ને કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસને પણ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી.

ત્યારબાદ મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું અને ત્યાંથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. સુસાઇડ કરતા પહેલા ચેતના બેને પોતાના મોબાઈલ ફોનમાંથી બધા ડેટા ડીલીટ કરી નાખ્યા હતા. ચેતના બેને કયા કારણોસર સુસાઇડ કર્યું તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*