રાજકોટમાં 22 વર્ષના દીકરાના માતા-પિતાએ સુસાઈડ કરી લીધું… આખી ઘટના સાંભળીને રડી પડશો…

રાજકોટમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટ શહેરના કુવાડવા રોડ પર મારુતિનગર બેમાં રહેતા શૈલેષભાઈ બાબુભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ પોતાની પત્ની કિરણબેન સાથે ગઈકાલે ઘરમાં સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે શૈલેષભાઈને કેન્સરનું ચોથું સ્ટેજ હતું.

જેથી કેન્સરની બીમારીથી કંટાળીને તેઓએ ઝેરી દવા પીને સુસાઇડ કર્યું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે તેમની પત્ની કિરણબેન ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલા શૈલેષભાઈની ઉંમર 50 વર્ષની હતી અને તેમના પત્નીની ઉંમર 40 વર્ષની હતી. શૈલેષભાઈ ને ભાગીદારમાં ગેસના બાટલાની એજન્સી હતી.

તેમને કેન્સરની બીમારી થતા જ તેમને કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેઓ કેન્સરના ચોથા સ્ટેજથી પીડિત હતા, જેના કારણે તેમના આખા શરીરમાં ખૂબ જ દુખાવો થતો હતો. કેન્સર ની બીમારીના કારણે તેઓ સરખું બેસી અને જમી પણ શકતા ન હતા. જેનાથી કંટાળીને તેઓએ ગઈકાલે સાંજે પોતાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી રૂમમાં ઝેરી દવા પીને સુસાઇડ કર્યું હતું.

પતિએ ઝેરી દવા પીને સુસાઇડ કર્યું છે આ વાતની જાણ થતા જ પત્નીએ મકાનના બીજા માળે આવેલી રૂમમાં પંખા સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે સાંજના 5:00 વાગ્યાની આસપાસ એકનો એક દીકરો ઘરે આવ્યો ત્યારે દીકરાએ પોતાના પિતાને ઉલટી કરેલી હાલતમાં બેભાન જોયા હતા.

એટલે દીકરો તરત જ ઉપરની રૂમમાં ગયો ત્યારે ઉપરની રૂમમાં માતાનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. માતા-પિતાને આ હાલતમાં જોઈને માત્ર 22 વર્ષનો દીકરો આઘાતમાં સરી પડ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

જાણવા મળી રહ્યું છે કે સુસાઇડ કરતા પહેલા શૈલેષભાઈ એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કેન્સરની બીમારીની પીડા સહન નથી થતી હવે સહનશક્તિ નથી રહી જેનાથી કંટાળીને આ પગલું ભરું છું. હાલમાં તો પોલીસે સોસાયટી નોટના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ એક દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*