ટ્રેનના ટોયલેટની અંદર હાર્ટ એટેક આવતા 22 વર્ષના યુવકનો કરુણ મોત… યુવક ભાગવત કથા સાંભળીને ઘરે જતો હતો ત્યારે….

સમગ્ર દેશભરમાં હાર્ટ એટેક આવતા મોત થવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે આજરોજ વહેલી સવારે બનેલી તેવી છે કે ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રેનના ટોયલેટમાં 22 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

જાણવા મળી રહ્યું છે કે, યુવક એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે ટ્રેનના ટોયલેટની અંદર હાર્ટ એટેક આવ્યું હતું અને તેનું મોત થઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના બની ત્યારે યુવકના પરિવારજનોને અને તેનો મિત્ર મંડળ ટ્રેનમાં હાજર હતો.

ટોયલેટમાં હાર્ટ એટેક આવ્યા બાદ યુવકને જીઆરપી પોલીસની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ચિત્તોડગઢ માંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ અક્ષય હતું. જાણવા મળી રહ્યું છે કે અક્ષય પોતાના પરિવારના સભ્યો સાથે ભાગવત કથામાં હાજરી આપવા માટે રામેશ્વર ગયો હતો.

તે ઉત્તર પ્રદેશ થઈને ચિત્તોડ આવી રહ્યો હતો. આ દરમિયાન તે જેટલા સગા સંબંધીઓ તેની સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. અક્ષયના માતા-પિતા પણ તેની સાથે હતા. અક્ષય ગ્વાલિયર-ઉદયપુર એક્સપ્રેસ દ્વારા ચિત્તોડ તરફ આવી રહ્યો હતો. ચિત્તોડગઢ પહોંચવામાં અડધો કલાકની વાર હતી એટલે પરિવારના સભ્યો સામાન્ય પેક કરવા લાગ્યા હતા.

ત્યારે અક્ષય ટોયલેટમાં ગયો હતો, ટોયલેટમાં ગયો ત્યારે અક્ષયની તબિયત બગડી ગઈ હતી અને તે નીચે પડી ગયો હતો. ઘણો સમય થઈ ગયો છતાં પણ અક્ષય પાછો ન આવ્યો એટલે પરિવારના સભ્યો તેની તપાસ કરવા માટે ગયા હતા. ત્યારે ખબર પડી કે અક્ષય ટોયલેટની અંદર ઢળી પડ્યો છે. જ્યારે ટ્રેન ચિત્તોડગઢ જંકશને પહોંચે ત્યારે પરિવારના સભ્યોએ આ ઘટનાની જાણ જીઆરપી પોલીસને કરી હતી.

પછી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી આવી હતી. પોલીસે ટોયલેટનો દરવાજો તોડીને અક્ષયને બહાર કાઢ્યો હતો અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અક્ષયને મૃત જાહેર કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે અક્ષયનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*