આજકાલ સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે શનિવારના રોજ બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ડ્યુટી પર તૈનાત CRPFના જવાને ડ્યુટી દરમિયાન સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. જવાના મોતના સમાચાર મળતા જ પરિવારજનો અને સગા સંબંધીઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
આ ઘટના શનિવારના રોજ ઝારખંડમાં બની હતી. જવાનના સુસાઇડ બાદ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તેના મૃતદેહને તેના ગામડે પહોંચાડવામાં આવ્યું હતું. અહીં લગભગ સાંજના છ વાગ્યાની આસપાસ CRPFની ટીમે મૃત્યુ પામેલા જવાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યો અને તેમને 11 તોપોની સલામી આપી હતી.
સુસાઈડ કરનાર જવાનનું નામ જગદીશ પ્રસાદ હતું. તેઓ CRPFમાં તૈનાત હતા. શનિવારના રોજ જગદીશ પ્રસાદે ડ્યુટી દરમિયાન અચાનક જ પોતાની રાયફલની ગોળી ચલાવીને સુસાઇડ કરી લીધું હતું. જગદીશ પ્રસાદે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
આ ઉપરાંત તેમની પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ પણ મળી નથી. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. જગદીશ પ્રસાદના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ મોટા મોટા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે જગદીશ પ્રસાદ સપ્ટેમ્બર મહિનામાં નિવૃત્ત થવાના હતા. હજુ થોડાક દિવસો પહેલા જ તેઓ રજા પર હતા અને તેઓ પરિવાર સાથે કેટલાક દિવસો વિતાવીને ફરીથી ડ્યુટી પર આવ્યા હતા. પરિવારના સભ્યોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે જગદીશ પ્રસાદનું મૃતદેહ ઘરે આવશે. જગદીશ પ્રસાદના સુસાઈડના કારણે બે દીકરાઓ અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment