ગઈકાલે ઉતરાખંડના ગંગોત્રી હાઇવે પર એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં યાત્રીઓથી ભરેલી એક બસ ખેડમાં ખાબકી હતી. બસમાં ગુજરાતના 35 મુસાફરો સવાર હતા. જેમાંથી 7 યાત્રીઓના મોત થયા છે. જ્યારે 28 યાત્રિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ ઘટનામાં પાલીતાણાના એક યુવકનો પણ મોત થયું હતું.
યુવકનું મોત થતા જ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, આ ઘટના બનતા જ યુવકના પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો. પાલીતાણાના મૃત્યુ પામેલા યુવકના કાકાએ રડતા રડતા જણાવ્યું કે, બે દીકરા ચારધામની યાત્રા પર ગયા હતા, કાલે ફોન આવ્યો કે તમારા દીકરા છે બસમાં હતા તે ખીણમાં પડી ગઈ છે. આ ઘટના બનતા જ સાત હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે.
ઉતરાખંડમાં બનેલી આ અકસ્માતની ઘટનામાં સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પાલીતાણાના યુવકનું નામ કરણજી ભાટી હતું. કરણજી ભાટી યાત્રા કરવા ગયો હતો, ત્યારે આ ઘટનામાં તેનું મોત થયું હતું. હાલમાં તો ભાવનગરના પાલીતાણાના કરણજી ભાટીના ઘરે શોખનો માહોલ છવાઈ ગયો છે.
કરણજીના મોતના કારણે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. વિગતવાર વાત કર્યા તો 15 ઓગસ્ટના દિવસે ભાવનાગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 35 લોકો ચારધામની યાત્રા કરવા માટે નીકળ્યા હતા. આજ બસ ગંગોત્રી હાઇવે પર ખીણમાં પડી ગઈ હતી જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે સુરત અને ગુજરાતના અન્ય કેટલાક યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. બસ 50 મીટર સુધી ફીણમાં ખાબકી હતી અને ત્યારબાદ વૃક્ષો વચ્ચે બસ અટકી ગઈ હતી.
ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 20, 2023
આ ઘટનામાં તળાજાના રહેવાસી ગીગાભાઈ ભમ્મર, ભાવનગરના દેવરાજનગરના રહેવાસી મીનાબેન કમલેશભાઈ ઉપાધ્યાય, તળાજાના રહેવાસી જોશી અનિરુદ્ધ હસમુખભાઈ, મહુવાના રહેવાસી દક્ષા મહેતા, મહુવાના રહેવાસી ગણપત મહેતા, પાલીતાણાના રહેવાસી કરણજી અને અલંગના રહેવાસી રાજેશ મેરનું મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment