અમદાવાદમાં ભત્રીજાએ પોતાના સગા કાકાનો મોતને ઘાટ ઉતાર્યા… જીવ લેવાનું કારણ જાણીને ચોકી ઉઠશો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ત્યારે હાલમાં અમદાવાદમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ભત્રીજાએ પોતાના જ કાકાનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ ઘટના નિકોલ ગામમાં બળીયાદેવના ટેકરા પર રહેતા વેજસિંહ ઠાકોર અને તેમના ભત્રીજા વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થઈ ગયો હતો.

બંનેનો ઝઘડો ચાલી રહ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બંને વચ્ચે મિલકતની બાબતમાં ઝઘડો હતો. મિલકત માટે ભત્રીજાએ પોતાનો સંબંધ ભૂલીને પોતાના કાકાનો જીવ લઈ લીધો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મિલકતના ફાડાની ઉઘરાણીના ઝઘડામાં કાકા અને ભત્રીજા વચ્ચે જોરદાર બોલાચાલી થઈ ગઈ હતી.

બોલા ચાલી એટલી વધી ગઈ કે ગુસ્સામાં ભરાયેલા ભત્રીજાએ ધારદાર વસ્તુ વડે પોતાના કાકા ઉપર પ્રહાર કર્યા હતા. કાકા ઉપર પ્રહાર કર્યા બાદ ભત્રીજો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ વેજસિંહ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ અહીં સારવાર મળે તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વેજસિંહ ઠાકોર ચાર ભાઈઓ છે. તેમના ભત્રીજાનું નામ નરેન્દ્ર છે. નરેન્દ્રના મૃત્યુ બાદ મિલકતની સંપૂર્ણ જવાબદારી વેજસિંહ ઠાકોરના હાથમાં હતી.

આ કારણોસર કાકા અને ભત્રીજા વચ્ચે મિલકતના ભાડાની બાબતને લઈને તકરાર થઈ ગઈ હતી. તકરાર આટલી વધી ગઈ કે, આરોપી નરેન્દ્ર એ પોતાનો સંબંધ ભૂલીને પોતાના કાકાનો જીવ લઈ લીધો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરાર થયેલા આરોપીન નરેન્દ્રની શોધખોળ કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*