દેશ અને દુનિયામાં દરરોજ સેકડો ઘટનાઓ બને છે, કેટલીક ઘટનાઓ એવી હોય છે કે લોકો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દે છે. તમે ઇન્ટરનેટ પર ઘણા વિલક્ષણ અને હૃદય દ્રાવક વિડીયો જોયા હશે. કેટલાક વિડીયો એ તમને અંદરથી હચમચાવી દીધા હશે, હવે આ દિવસોમાં ફરી એકવાર આવો ડરામણો વિડીયો સામે આવ્યો છે.
જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે, આ વીડિયોમાં બે બાળકો ભયંકર અને જીવલેણ ગેમ રમતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ક્લિપમાં જોઈ શકાય છે કે એક બહુમાળી ઈમારત પર બે બાળકો ઉભા છે અને બાળકો આ બિલ્ડીંગની રેલીંગ પર ઉભા છે. એક બાળકે પીળા કલરનો શર્ટ અને બીજાએ બ્રાઉન કલરનો શર્ટ પહેર્યો છે.
આ બંને બાળકો બે અલગ અલગ બિલ્ડીંગ પર ઊભા છે કારણ કે બે ઇમારતો વચ્ચે માંડ એક કે દોઢ ફૂટનું અંતર છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે બ્રાઉન શર્ટ પહેરેલો એક છોકરો એક ઇમારત પરથી બીજી ઈમારતમાં કૂદવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત હિંમત ભેગી કર્યા પછી તે બીજી બાલ્કની માં કૂદવામાં સફળ થાય છે.
Kid’s learning parkour pic.twitter.com/X7eoqA1SMl
— CCTV IDIOTS (@cctvidiots) August 15, 2023
વીડિયો જોઈને લાગે છે કે એક મોટો છોકરો તેના ભાઈને એક બાલ્કની માંથી બીજી બાલ્કની માં કૂદવાની તાલીમ આપી રહ્યો છે. મોટાભાઈ ને જોઈને નાનો ભાઈ પણ બીજી ઈમારત પર કૂદવા માટે આગળ વધે છે. જો કે તે આવું કરવાની હિંમત એકત્ર કરી શક્યો નહીં પછી મોટો ભાઈ ફરીથી તેને બીજી બિલ્ડીંગ પર કૂદકો મારીને બતાવે છે. તે ત્રણ વખત આવું કરે છે, હવે તમે જ વિચારો કે આટલી ઉંચી ઇમારત પર આવું પરાક્રમ બતાવવું યોગ્ય છે.
હે ભગવાન જો બાળકનો પગ લપસી ગયો હોત તો શું થાત, આ વિડીયો જોયા બાદ યુઝર્સ પણ દંગ રહી ગયા છે. એક યુઝરે લખ્યું માતા-પિતા ક્યાં છે, જ્યારે અન્ય એક યુઝરે કહ્યું આ બાળકોના માતા પિતા તેમને આવું કરવા કેમ આપી રહ્યા છે ? અન્ય એક યુઝરે કહ્યું કેટલીક વાર બાળકો જોખમનું મૂલ્યાંકન કરી શકતા નથી. આ બંને બાળકો નસીબદાર હતા કે તેમનો વિડીયો બનાવનાર વ્યક્તિએ તરત જ સિક્યુરિટી ને ફોન કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment