નાની બહેને સાથે રમી રહેલા 8 વર્ષના ભાઈનું કૂવામાં ડૂબી જતા કરુણ મોત… હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે છે. આવો જ એક વિડીયો રાજસ્થાનમાંથી સામે આવ્યો છે. રાજસ્થાનમાં મંડાના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સોહનપુરા ગામમાં એક આઠ વર્ષના બાળકનું કુવામાં ડૂબી જવાથી મોત થયું છે. બુધવારે સ્કૂલેથી આવ્યા બાદ આઠ વર્ષનો ઈશ્વર તેની નાની બહેન લક્ષ્મી સાથે કુવા પર નહાવા ગયો હતો.

કમરે પીપી બાંધીને કુવામાં ઉતર્યો, પીપી નું દોરડું ખુલી જતા કૂવામાં ડૂબી ગયો. પરિવારજનોએ ગ્રામજનોની મદદથી 10 કલાક બાદ માસુમના મૃતદેહને 30 ફૂટ ઊંડાણમાંથી બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ સોહનપુરા ગામમાં રહેતા ઓમ પ્રકાશનો પુત્ર ઈશ્વર બુધવારે બપોરે શાળાએથી આવ્યા બાદ તેની નાની બહેન લક્ષ્મી સાથે કુવામાં નાહવા ગયો હતો.

પહેલા તે બંને ગામના કુવા પર ગયા હતા પરંતુ તેની દાદી ત્યાં બેઠી હતી અને દાદીએ બંનેને ઘરે જવા કહ્યું. આ પછી બંને ભાઈ બહેન ત્યાંથી લાલચંદના કુવા પાસે પહોંચ્યા જ્યાં પહેલેથી એક છોકરો હતો. ઈશ્વરે તેના કપડા ઉતાર્યા અને તેની કમરની આસપાસ પ્લાસ્ટિકની રીંગ બાંધી દીધી અને કૂવામાં નાહવા માટે ઝંપલાવ્યું.

કુવામાં જતા જ પ્લાસ્ટિકની રીંગનું દોરડું ખુલી જતા ઈશ્વર ડૂબી ગયો હતો, નાની બહેન ચૂપચાપ ઘરે આવી અને તેને આ ઘટના વિશે કોઈને ન કહ્યું. પિતા ઓમ પ્રકાશ સાંજે પાંચ વાગ્યે ઘરે પહોંચ્યા ઈશ્વર ઘરમાં ન હતો ત્યારે લક્ષ્મીને ઈશ્વર વિશે પૂછ્યું. ત્યારબાદ લક્ષ્મીએ તેના પિતાને આ ઘટના વિશે જણાવ્યું, ઓમ પ્રકાશ કુવા પાસે ગયા અને જોયું કે ઈશ્વરના કપડા અને ચપ્પલ ત્યાં પડેલા હતા. ગ્રામજનોની મદદથી કૂવામાં ઈશ્વરને શોધવા લાગ્યા, માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

લગભગ દસ કલાક બાદ રાત્રે 12:00 વાગે ઈશ્વરની લાશને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. મંદાના પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ અબ્દુલ કલામે જણાવ્યું કે આઠ વર્ષીય ઈશ્વર તેની બહેન સાથે કુવા પર નાહવા ગયો હતો. અમને સાંજે સાત વાગ્યે માહિતી મળી હતી અને રાત્રે 12 વાગ્યે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, ઓમપ્રકાશના બે બાળકોમાં ઈશ્વર મોટો હતો અને લક્ષ્મી નાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*